સર્વે માટે આવતી ટીમને માલિકીના પુરાવા અને પુરતો સહયોગ આપવા ચિફ ઓફિસરનો અનુરોધ
ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે ટંકારા નગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક બિન- રહેણાંક સાથે ખુલ્લા પ્લોટ સહિતની તમામ મિલકતોની નવીન એરિયાબેઝ આકારણી અને ઓનલાઈન GEO TAGGING GIS ID મુજબની ડિજીટલ કામગીરી પાલિકા દ્રારા નિયુક્ત એજન્સી કેપિટલ સોલ્યુશન પોઈન્ટ પ્રા.લી.ના કર્મચારી દ્વારા સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે, આ આકારણીથી એક નવો ટેનામેન્ટ નંબર જનરેટ કરી વોર્ડ વાઈઝ સિકવન્સ પ્રોપર્ટી લાઈવ લોકેશન તેમજ મિલકતોને લાગું પડતાં ડોક્યુમેન્ટનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરીને નવી આકાસણી કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ હોય તો ટકારા શહેરની જાહેર જાણતાને જાણ કરવામાં આવે કે, આ સર્વે કામગીરીમાં જરૂરિયાત મુજબના ડૉક્યુમેન્ટ જેવાકે દસ્તાવેજોની ઝેરોક્ષ વેરા પહોચ જુના લેખ જુની આકારણી લાઈટ બિલ આધારકાર્ડ રાશનકાર્ડ મોબાઇલ નંબર મંજુર પ્લાન 2 / 8 નંબર નકલ ભાડા કરાર સહિત પ્રોપર્ટી લગત જે પુરાવા હોય તે આપીને સર્વેયર ભાઈઓને સહયોગ આપવા તંત્ર એ અપીલ કરી છે.