શિવાભાઈ નામના દર્દીને પગમાં ઇજા પછી ભારે ચેપ લાગી ગયો હતો.પગમાં સાથળથી માંડીને નીચે ઘૂંટી સુધી ચામડી કાળી પડી ગઈ હતી અને રસી આવતી હતી. શરૂઆતમાં ટંકારા માં સારવાર લીધી પણ વધારે પડતી હાલત ખરાબ હોવાથી ત્યાંથી ડોક્ટરે રાજકોટ સારવાર માટે મોકલ્યા હતા.રાજકોટ માં ૨ થી ૩ હોસ્પિટલ માં બતાવ્યું પરંતુ ત્યાં સમજાવવામાં આવ્યું કે દર્દીને રૂઝ આવવામાં વર્ષ કરતા પણ વધુ સમય લાગી શકે અને જરૂર પડ્યે પગ પણ કાપવો પડી શકે છે. પરંતુ એ વાતમાં દર્દીએ સંમતિ ના આપી અને વધુ સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં આવ્યા હતા.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન ડો. આશિષ હડિયલ એ દર્દીને પગની સર્જરી કરી સારવાર આપી અને ફક્ત ૨૦ જ દિવસના સમયમાં આખા પગમાં રૂઝ પણ આવી ગઈ અને દર્દી વ્યવસ્થિત રીતે ચાલવા પણ લાગ્યું.ખૂબ જ નજીવા ખર્ચમાં ઉત્તમ સારવાર બદલ દર્દીએ ડોક્ટર ,સ્ટાફ અને હોસ્પિટલનો ખુબજ આભાર માન્યો હતો.