Sunday, January 5, 2025
HomeGujaratઅયોધ્યા પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતીષ્ઠાની પુર્વ સંધ્યાએ યોજાનાર 'એક શામ રામ કે...

અયોધ્યા પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતીષ્ઠાની પુર્વ સંધ્યાએ યોજાનાર ‘એક શામ રામ કે નામ’ કાર્યક્રમ અનુસંધાને આવતીકાલે અગત્યની મિટિંગ યોજાશે

સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત ‘એક શામ રામ જે નામ’ સંગીત સંધ્યા (લાઈવ ઓરકેસ્ટ્રા) કાર્યક્રમને લઇને મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે અગત્યની મિટિંગ આવતીકાલે તા.૧૯/૦૧/૨૦૨૪ને શુક્રવાર ના રાત્રે ૦૯:૦૦ વાગ્યે રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ૨૨/૧/૨૦૨૪ ના રોજ પૂનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે આ શુભ દિવસની પૂર્વ સંધ્યા એ ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાનમા ભક્તિમય થઈ સમગ્ર મોરબી વાસીઓ આ આનંદોત્સવમાં સહભાગી થાય તે માટે તા.૨૧/૧/૨૦૨૪ રવિવારની સાંજે ૮ઃ૩૦ વાગ્યે મોરબી મધ્યે “નગર દરવાજે” “એક શામ રામ કે નામ” લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યા કાયઁક્રમના આયોજનને લઇને એક અગત્યની મીટીંગ તા. ૧૯/૦૧/૨૦૨૪ને શુક્રવાર ના રાત્રે ૦૯:૦૦ વાગ્યે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાખવામાં આવી છે. જે કાર્યક્રમમાં દરેક સમાજ ના પ્રમુખો,આગેવાનો, ઘામિઁક સંગઠનો, વેપારી એસોશીએશન, ધામિઁક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાના સંચાલકો, વિવિધ જ્ઞાતિઓના ચાલતા સેવાકીય મંડળ(યુવક મંડળ), ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, ગરબી મંડળના આયોજકો, મોરબી શહેર તથા નજીકના વિસ્તારોમાં આવતા મંદીરોના પુજારી તથા ટ્રસ્ટીઓ, ને ધુનમંડળના સભ્યો સાથે મોરબીમા વસતા સમગ્ર સનાતની હિન્દુઓને મીટીંગમા પધારવા ભાવભયુઁ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!