બેટી બચાવોના સૂત્ર હેઠળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તો બીજી તરફ સામાજિક આગેવાનો સહિતના નેતાઓ સામાજિક સમરસતાની વાતો કરે છે. ત્યારે આજના તબક્કે પણ દીકરીનું સ્થાન કેટલુ સબર બન્યું તેનું જીવંત દાખલા સામે આવ્યા છે. કોઈ અજાણી સ્ત્રી મૃત બાળકીને મચ્છુ નદિની દિવાલની બાજુમા ફેંકી નાસી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, કોઈ અજાણી સ્ત્રી એ બાળકીનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વેળા એ મૃત પામેલ નવજાત બાળકીના મૃતદેહને મોરબીનાં રામધાટ વાળી શેરીમાં આવેલ કે.બી. બેકરીનાં ગોડાઉનનાં પાછળનાં ભાગે આવેલ મચ્છુ નદિની દિવાલની બાજુમા નાખી ભાગી છૂટી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિનું નવજાત મૃત બાળકી પર ધ્યાન જતા તેણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચી અને બાળકીને ત્યજી દેનાર સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે…