મોરબી જિલ્લામાં અકસ્માતોનાં બનાવોને લઈ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન ગત ૨૯ ઓગસ્ટનાં રોજ પુરપાટ ઝડપે આવતા ટ્રકનાં ચાલકે આગળ ઉભેલ ટેલર સાથે પોતાનું વાહન ભટકાળતાં ટ્રક ચાલક અને કલીનરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કલીનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર પાસે જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે રોડ પર ગત ૨૯ ઓગસ્ટનાં રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે-૧૨-એ.યુ-૭૯૬૭ નંબરના ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી ગાડી પરથી ચાલકે કાબુ ગુમાવતા ટ્રક આગળ ઉભેલ જીજે-૩૬-ટી-૮૯૩૦ નંબરના ટેલર સાથે અથડાયું હતું. જેને કારણે ટ્રકમાં સવાર ટ્રક ચાલક પ્રહલાદ સોનજીભાઇ પરમાર અને તેની સાથે રહેલ રોહીતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત ક્લીનર સારવાર દરમિયાન ગઈકાલે દમ તોડયો હતું. જે અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.