સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરની હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઇ હતી. પૂર્વ મંત્રી આઈ કે જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને સંયોજક, કાર્યકરો, પ્રભારીઓ, હોદ્દેદારોઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ચેરમેન ઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકના ઉમેદવાર ચંદુભાઈ શિહોરની હોદ્દેદારો સાથે બેઠક યોજાઇ હતી. પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજાના અઘ્યક્ષ સ્થાને બેઠક ૦૫/૦૪/૨૪ ને શુક્રવારના રોજ ધ્રાંગધ્રા લોહાણા મહાજન વાડી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પરિચય બેઠક માં હળવદ લોકસભા સંયોજક, ધ્રાંગધ્રા લોકસભા સંયોજક, જિલ્લાના હોદેદારઓ, જિલ્લાના પ્રભારીઓ, મંડળના પ્રભારીઓ, વિસ્તારક, હળવદના હોદેદારઓ, સંગઠનના તમામ હોદેદારઓ, ધ્રાંગધ્રા નગરપાલિકાના તમામ હોદેદારઓ, તમામ વોર્ડના સુધરાઈ સભ્યઓ, વિવિધ મોરચાના હોદેદારઓ, પૂર્વ હોદેદારઓ, પૂર્વ નગરપાલિકા પ્રમખો, ઉપપ્રમુખઓ અન્ય હોદેદારઓ, APMCના ડાયરેક્ટરઓ, ધ્રાંગધ્રા પીપલ્સ બેંકના ચેરમેન, ડાયરેક્ટરઓ કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો વગેરે બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં ખંભે ખંભો મિલાવી સુરેન્દ્રનગર લોકસભામાં બેઠકના ભાજપના ઉમેદવારને જંગી બહુમતી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું.