વાંકાનેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં યુવકે મહિલા સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતેનો ખાર રાખી મહિલાના પતિએ યુવકનાં પિતાના બંન્ને પગમા છરીના ઘા મારી તથા અન્ય એક ઈસમે ધોકા વતી હુમલો કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જુના ગારીયા ખાતે રહેતા દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઇ વાલાણીના દિકરા ભરતે ચંદુભાઇ ચોથાભાઇ સરવૈયા (રહે.ગારીયા તા.વાંકાનેર)ની પત્ની કાજલ સાથે મૈત્રી કરાર કરેલ હોય જે બાબતેનો ખાર રાખી ચંદુભાઇએ દેવાભાઇના બંન્ને પગમા છરીના ઘા મારી તથા એક અજાણ્યા ઇસમે લાકડાના ધોકા વતી ફરિયાદીને માર મારી શરીરે મુઢ ઇજા પહોચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.