રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબી શહેરમાં આવેલ ધ ફન હોટલ પાસે નેશનલ હાઇવે રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ર જીવતા કાર્ટીસસાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પીઆઇ એમ.પી,પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબૂત બાંધાનો અને શરીરે આછા વાદળી કલરના અડધી બાયના ટી શર્ટ તથા કાળા કલરના પેન્ટ પહેરેલ વ્યક્તિ જેને કાળી દાઢી છે. તેનુ નામ અમિતસિંહ જીતુભા રાજપુત છે. તે જનકપુરી સોસાયટી, મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ, ધ ફન હોટલ પાસે રહે છે અને તે અત્યારે ધ ફન હોટલ પાસે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે, જે બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી અમિતસિંહ જીતુભા સોલંકી (રહે. જનકપુરી સોસાયટી, મોરબી કંડલા નેહા રોડ, ધ ફન હોટલ પાસે, તા.જી.મોરબી મુળ ગામ કારલી તા.બહુચરાજી જી, મહેસાણા)ને કોર્ડન કરી પીસ્ટલ તથા ર જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.