ઉતરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ, ફિરકીની બજારમાં મોટી માંગ રહેતી હોય છે આથી કમાણી કરી લેવાની લ્હાયમાં અમુક ધનલાલચુ ઇસમો નિતિ નિયમ નેવે મૂકી કાતીક ચાઈનીઝ માંજાનું વેચાણ કરતા હોવાથી મોરબી પોલિસ તંત્ર સાબદુ બન્યું છે અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે એક ઈસમને ચાઇનીઝ ફીરકીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ જાહેરનામું પ્રસિદ્ધ કરું ચાઈનીઝ ફીરકી તુકકલના વેચાણ અંગે ચોખ્ખી મનાઇ ફરમાવી દેવામાં આવી હોવા છતાં અમુક ઇસમો સમજવાનું નામ ન જ લેતા નથી તેવા સંજોગો વચ્ચે ગઇકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આશાપુરા સીઝન સ્ટોર નામની દુકાનમાથી જીતેંદ્રભાઈ લક્ષ્મણભાઈ દેવડા નામના ઈસમને ૩ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીના રૂ.૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ આઈ.પી.સી કલમ-૧૮૮, તથા જી.પી.એકટ.૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.