Saturday, July 27, 2024
HomeGujaratરાજકોટના શખ્સ પાસેથી છળકપટથી મોટર સાયકલ મેળવી લઈ મોરબીમાં ફરતો એક ઇસમ...

રાજકોટના શખ્સ પાસેથી છળકપટથી મોટર સાયકલ મેળવી લઈ મોરબીમાં ફરતો એક ઇસમ ઝડપાયો

મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તેમજ નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે રાજકોટના શખ્સ પાસેથી છળકપટથી મોટર સાયકલ મેળવી ફેરવતો મોરબીનાં ઈસમને ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સૂચના બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એ. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ મોરબી તાલુકાના નવી પીપળી ગામ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ આવતા જે મોટર સાઇકલ ચાલકને વાહનના આર.ટી.ઓને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા એ.એસ.આઇ જયદેવસિંહ ખોડભા ઝાલાએ પોકેટ મોબાઇલમાં મોટર સાઇકલના એન્જીન નંબર HA10EWFHJ42707 સર્ચ કરતા મોટર સાઇકલના રજીસ્ટર નંબર GJ-03-JA-4418 હોવાનું અને તે વિશાલભાઇ ધીરૂભાઇ બાંમટા (રહે.શ્યામકિરણ પાર્ક મહીકા તા.જી.રાજકોટ)ની માલીકીનુ હોવાનું જાણવા મળેલ જેથી ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાચકલ છળકપટથી મેળવેલ હોવાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી રાકેશભાઇ મદનદાસ બૈરાગી (રહે.હાલ રામકો વીલેજ ઘટ તા.જી.મોરબી મુળ રહે.પીપલીખેડા તા.મહીધપુરા જી.ઉજૈન મધ્યપ્રદેશ)ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!