Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીમાં વજેપરમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાના ઠંડા આથા સાથે એક ઇસમ...

મોરબીમાં વજેપરમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાના ઠંડા આથા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ દેશી દારૂના અડ્ડા પર એક બાદ એક રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો વેપલો ચલાવતા ઈસમોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે પણ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા વજેપર શેરી નં.૧૪માંથી દેશી દારૂ બનાવવાના ૬૦૦ લીટર ઠંડા આથા તથા ૧૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વજેપર શેરી નં.૧૪માં વોકળાના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી બાબુભાઈ કુંવરજીભાઈ અબ્બાસણીયા નામના આરોપીને દેશી પીવાના દારૂ બનાવવાના ૬૦૦ લીટર ઠંડા આથા રૂ.૧૨૦૦/- તથા ૧૦૦ લીટર દેશી દારૂ રૂ,૨,૦૦૦/- ગણી કુલ કિ રૂ,૩,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!