મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ ગત તા.૨૯/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસે અલગ અલગ વોચમાં હતા. તે દરમ્યાન બાતમી એક ઇસમ મોટરસાઇકલ સાથે જેતપરથી મોરબી તરફ આવતો જોવામા આવતા તેને રોકી ઇસમની સઘન પુછપરછ કરતા મોટરસાઇકલના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ લક્ષ્મણસિંહએ પોકેટકોપના માધ્યમથી મોટરસાઇકલના એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે સર્ચ કરતા મોટરસાઇકલના ઓર્નર બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા મજકુર ઇસમ મહેશભાઇ કમાભાઇ મેથાણીયા (રહે હાલ મોરબી-૧ પંચાસર રોડ પેટ્રોલપંપ પાસે સુરાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી મુળ રહે ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર)ને પોલીસ સ્ટેશન ખાતે લાવી સધન પુછપરછ કરતા કાલીકાનગર પાસે આવેલ ન્યુ કેવલ સ્ટોનની ઓફીસ પાસેથી મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.