ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે પતંગ, ફિરકીની બજારમાં મોટી માંગ રહેતી હોય છે આથી કમાણી કરી લેવાની લ્હાયમાં અમુક ધનલાલચુ ઇસમો નિતિનિયમ નેવે મૂકી કાતીક ચાઈનીઝ માંજાનું વેચાણ કરતા હોવાથી મોરબી પોલિસ તંત્ર સાબદુ બન્યું છે અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામના ઝાપા પાસેથી એક ઈસમને ચાઇનીઝ દોરીના ગરેડા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ જાહેરનામું પ્રસિદ્ધ કરું ચાઈનીઝ ફીરકી તુકકલના વેચાણ અંગે ચોખ્ખી મનાઇ ફરમાવી દેવામાં આવી હોવા છતાં અમુક ઇસમો સમજવાનું નામ ન જ લેતા નથી તેવા સંજોગો વચ્ચે ગઇકાલે મોરબી તાલુકા પોલીસે ધરમપુર ગામના ઝાપા પાસે રેઇડ કરી રાહુલભાઇ દેવજીભાઇ વરાળીયા નામના ઈસમને ચાઇનીઝ કંપનીની મોનોસ્કાય ચાઇનીઝ દોરીના બે ગરેડા/ફીરકીનાં રૂ.૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.