Monday, January 13, 2025
HomeGujaratરાજકોટમાંથી ચોરાઉ બાઈક અને ચોરાઉ મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો

રાજકોટમાંથી ચોરાઉ બાઈક અને ચોરાઉ મોબાઈલ સાથે એક ઇસમ ઝડપાયો

પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવએ મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ ચોર મુદામાલ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન માલવીયાનગર પોલીસ દ્વારા વાહન ચોરીના ગુન્હાના આરોપીને ચોરાઉ મોટરસાઈકલ સાથે પકડી કુલ ૧૨ શંકાસ્પદ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માલવીયાનગર પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, ૧૫૦ ફુટ રીંગ રોડ, પુનીતનગર પાણીના ટાંકાથી આગળ, રોલેક્ષ કારાખાના તરફ જતા રોડ ઉપર એક ઈસમ ગ્રે કલરનાં નંબર પ્લેટ વગરનાં સુઝુકી એકસેસ મોટર સાઈકલ સાથે મળી આવેલ છે. જેથી પકડાયેલ ઈસમ વિક્રમભાઇ ઉર્ફે ઇટલી મનુભાઇ મક્કા (રહે- મેસવાણ ગામ તા.કેશોદ જી.જુનાગઢ)ની મોટરસાઈકલ બાબતે પુછપરછ કરતા ફર્યું – ફર્યુ બોલતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોલીસ કર્મીએ મોટર સાઈકલના રજીસ્ટેશન નંબર તથા એન્જીન તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા અન્ય વ્યકતી નામે રજીસ્ટ્રેશન થયેલ હોય જેથી યુકિત – પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે ગત તા.૦૭/૧૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે ૧૫૦ ફુટ રીંગ રોડ, વલ-6, નામના બિલ્ડીંગ સામે ફુટપાથ ઉપર પાર્ક કરેલ મોટર સાઇકલની ચોરી કરેલ હોવાને હકીકત જણાવેલ તેમજ આરોપી પાસેથી મળી આવેલ એક્સેસ મોટર સાઇકલની ડીકીમાંથી કુલ ૧૨ મોબાઇલ ફોન આધાર પુરાવા વગરના મળી આવતા તમામ મોબાઇલ ફોન શક પડતી મીલ્કત તરીકે ગણી તપાસ અર્થે કબ્જે કરી જે મોબાઇલ ફોન સાપર, મોરબી, મેટોડા, રાજકોટ ખાતે થી અલગ અલગ જગ્યાએથી ચોરી અથવા છડકપટ થી મેળવેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!