Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાંથી ચોરાયેલ ત્રણ મોટરસાઈકલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાંથી ચોરાયેલ ત્રણ મોટરસાઈકલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ત્રણ ચોરાયેલ મોટરસાઈકલ સાથે એક ઈસમને પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ મોરબીનાં અયોધ્યાપુરી રોડ તથા જુના બસસ્ટેન્ડ નજીક થી ચોરી થયેલ મોટર સાયકલો બાબતે ચોરી કરનારની ખાનગીરાહે તપાસ કરતી હોય દરમ્યાન હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે તથા નેત્રમ સી.સી.ટી.વી કેમેરા આધારે મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમ પંચાસર રોડ ઉપરથી પસાર થનાર હોય જેથી તેની વોચ દરમ્યાન બળદેવપરી દેવપરી ગોસાઇ (રહે.હાલ મોરબી-૨ સર્કીટહાઉસ સામે વિદ્યુતનગર મુળરહે.રણજીતગઢ તા.હળવદ) નામનો ઇસમ ચોરીના મોટરસાયકલ સાથે નિકળતા તેની પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ચોરીની હોવાનુ જણાય આવેલ તેમજ તપાસ દરમ્યાન અન્ય બે મોટરાસાયકલો આરોપીએ છુપાવેલ તે શોધી કાઢતા કુલ ચોરી થયેલ ત્રણ મોટરસાયકલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!