મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નીચી માંડલ ગામ નજીક જારકો સીરામીક સામેથી વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી મહેશભાઇ ત્રીભોવનભાઇ સનુરા ઉવ-૨૧ રહે.મોરબી ઇન્દીરાનગર વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યો છે, પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૧૨૪/- કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.