Thursday, September 19, 2024
HomeGujaratવાંકાનેરના વાંકીયા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

વાંકાનેરના વાંકીયા ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂના રૂ.૮૮,૯૮૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસના પીઆઇ કે.એમ છાસીયા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર આરોગ્યનગરમા રહેતા સંજયભાઈ ઉર્ફે ભદુભાઈ કાળુભાઈ માનસુરીયા ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે. તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે અંગે સ્ટાફના માણસો સાથે પ્રોહિબિશન અંગે રેઈડ કરતા અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૨૨૮ બોટલ જેમાં MCDOVELLS NO.1 COLLECTION WHISKY ની બોટલો કી.રૂ.૭૬,૫૦૦/- (૨) ROYAL CHALLENGE WHISKY કાચની બોટલો કી.રૂ.૧૨૪૮૦/- MCDOVELLS NO.1 COLLECTION WHISKYની રૂ.૭૬,૫૦૦/-ની કિંમતની ૨૦૪ બોટલો તથા ROYAL CHALLENGE WHISKYની ૨૪ બોટલોના રૂ.૧૨,૪૮૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૮૮,૯૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!