Sunday, September 29, 2024
HomeGujaratમોરબીમાં શક્તિ ચેમ્બર પાસેથી ઈંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં શક્તિ ચેમ્બર પાસેથી ઈંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા શક્તિ ચેમ્બર પાસેથી ઈંગ્લીશ દારુના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન તેમને મળેલ બાતમીના આધારે સીરામીક સીટી આઇ-૬ ફ્લેટ નં.૧૦૧ શક્તિ ચેમ્બર પાછળ મોરબી-ર ખાતે રેઇડ કરી ઉમેશભાઇ રામજીભાઈ મેરજા નામના શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧૫ બોટલનાં રૂ. ૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!