મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસે મોરબી રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમાથી એક શખ્સને કારમાં રાખેલ વિદેશી દારૂનાં જથ્થા સાથે પકડી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, નિકુંજભાઈ ભરતભાઈ કાવર (રહે.રાજનગર મહાદેવ પાનની સામે પંચાસર રૉડ મોરબી) પોતાના કબ્જા ભોગવટા વાળી કારમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકિકતનાં આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મોરબી રાજનગર સત્યમ સ્કુલની બહાર પાર્કીંગમાથી નિકુંજભાઈ ભરતભાઈ કાવર (રહે.રાજનગર મહાદેવ પાનની સામે પંચાસર રૉડ મોરબી મુળ રહે નાના ભેલા તા.જી.મોરબી) નામના આરોપી મળી આવતા કારમાથી ઇગ્લીશ દારૂની રૂ.૨૫,૫૦૦/-ની કિંમતની ૭૬ બોટલનો મુદામાલ તથા નંબર પ્લેટવગરની વર્ના કાર રૂ.૧,૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૫,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ મોન્ટુભાઈ પલ્લવભાઈ રાવલ (રહે. શકત શનાળા મોરબી) નામના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.