Thursday, September 19, 2024
HomeGujaratમાળીયા(મી)માં વાગડીયા ઝાંપા નજીકથી દેશી તમંચા સાથે એક ઇસમની અટક

માળીયા(મી)માં વાગડીયા ઝાંપા નજીકથી દેશી તમંચા સાથે એક ઇસમની અટક

માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) ટાઉનમાં આવેલ વાગડીયા ઝાંપા નજીકથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લેવામાં આવ્યા હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે પોલીસ ટીમને બાતમી મળેલ કે વાગડીયા ઝાંપા પાસે એક ઈસમ દેશી તમંચા સાથે આંટા ફેરા કરતો હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્થળ ઉપર તપાસ કરતા બાતમી મુજબનો શખ્સ ત્યાં હોય જેથી તેને કોર્ડન કરી તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો(કટ્ટો) મળી આવ્યો હતો. આ સાથે આરોપી લતીફ હૈદરભાઈ કાજેડીયા ઉવ.૩૨-રહે.માળીયા(મી) સિવિલ હોસ્પિટલ પાછળને દબોચી લઈ તેની પાસે રહેલ હથિયાર કબ્જે કરી આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!