આ બનાવની વિગત મુજબ ગત તા ૧૨ ના રોજ મોરબી-૨ વિપુલનગર સોસાયટીમાં રહેતા ઘોઘાભાઈ સનુરા નામના વૃદ્ધ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં મહિન્દ્રા બોલેરો પિકપ રજી નં જીજે-૩૬-ટી-૫૫૧૯ નમ્બરના ચાલકે પોતાના વાહનને રિવર્સમાં ગફલતભરી રીતે ચલાવીને વૃદ્ધને હડફેટે લીધા હતા અને બોલેરો ચાલક વાહન રેઢું મૂકીને ફરાર થઇ ગયો હતો જેથી વૃદ્ધને જમણા હાથે તેમજ છાતીમાં ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા મૃતકના પુત્ર મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા એ બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.


                                    






