મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જે.કે.મોલ્ડીંગ કારખાનામાં કામ કરતા એક વૃદ્ધનું કારખાનામાં મજુરી કામ કરતી વેળાએ ગભરામણ થઈ ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યું હતું. જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં જે.કે.મોલ્ડીંગ કારખાનામાં લાતી પ્લોટ શેરી નં-૦૩ ખાતે રહેતા મૂળ અલ્લાહબાદના વૃદ્ધ કારખાનામાં મજુરી કામ કરતા હતા. તે વખતે અચાનક ગભરામણ થઈ ચક્કર આવતા પડી જતા તેઓને તાત્કાલિક બેભાન હાલતમાં ઈકો ગાડી મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.