મોરબીમાં માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યકતિનો ભોગ લેવાયો છે. જેમાં મોરબીની માળીયા ફાટક પાસે ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક વૃધ્ધનું મોત નીપજ્યું છે. જે સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં પ્રભુકૃપા રેસીડન્સી શુભ પેલેસ બ્લોક નં.૨૦૩ મહેન્દ્રનગર ખાતે રહેતા મૂળ ગીર સોમનાથનાં ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ હિંગળાજીયાનાં પિતા મનસુખભાઇ પોતાની GJ-11-AA-4403 નંબરની પેશન મોટરસાઇકલ લઈ ગત તા-૨૬/૦૬/૨૦૨૩ના રોજ માળીયા ફાટક ચાર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-03-BW-8778 નંબરના ટાટા કંપનીના ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરપાટ ઝડપે ચલાવી મોટરસાઇકલને સાઇડેથી ટક્કર મારી અડફેટેમાં લઇ વૃધ્ધને છાતીના, માથાના તથા ગળાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.