મળતી માહિતી અનુસાર વાંકાનેરના આંબેડકર-નગર શેરી નં-૪ માં રહેતા ૬૫ વર્ષીય મોહનભાઇ જગાભાઇ પરમારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ લેતા જેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે અ.મોત દાખલ કરી આગળની પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ યુએચસી વી.એ.ઝાલા દ્વારા શરુ કરાઈ છે.