Friday, January 10, 2025
HomeGujaratમોરબી હળવદ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબી હળવદ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત

મોરબીમાં અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મોરબી હળવદ રોડ ઉપરથી સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના ઘુંટુ ગામે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ ભગવાનજીભાઇ સધરાકીયાના પિતા ભગવાનજીભાઇ ભવાનભાઇ સરધારીયા ગત તા.૧૩/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે પોતાનું GJ-36-AE-5878 નંબરનું મોટરસાઇકલ લઈને મહેનદ્રનગરથી ઘૂંટુ જતા હતા. તે દરમ્યાન રામકો વિલેઝની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ફરિયાદીના મોટર સાઇકલને અડફેટે લઇ ફરિયાદીના પિતા ભગવાનજીભાઇને માથા ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે આરોપી અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭,૧૩૪ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!