મોરબીના પંડીત દીનદયાળ આવાસ યોજના નજીક રહેતા ભાડુઆત આડેધડ કચરો ફેંકતા હોવાથી વૃદ્ધ સમજાવવા ગયા હતા તે વેળાએ બે શખ્સો એ વૃદ્ધને બેફામ મારી મારી લોખંડના પાઈપના ઘા ઝીંકી લેતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના દલવાડી બાયપાસ નજીક આવેક આવાસમાં રહેતા અસ્લમશા કાસમશા શાહમદાર નામના 72 વર્ષીય વૃદ્ધએ આરોપી કરીશ્માબેનના પતી અને ઇલ્યાસભાઇ (રહે મુળ અમદાવાદ હાલ રહે બંને- ૨૫ વારીયા બ્લોક નં.૧૭૧ દલવાડી બાયપાસ મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેમના દીકરીને ત્યાં રહેતા ભાડુઆતે કરીશ્માબેનના ઘર પાસે કચરો નાખી ગંદકી કરી માથાકુટ કરી હતી વધુમાં અસ્લમશા કરીશ્માબેનને સમજાવવા જતા કરીશ્માબેનના પતિએ પાછળથી આવી વાળ પકડી મૂંઢ માર મારી બેફામ વાણી વિલાસ આચાર્યો હતો એટલું ન નહિ આરોપી ઇલ્યાસભાઇએ લોખંડનો પાઇપનો હાથમા ખંભા ઉપર એક ઘા મારીને ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી હતી.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ વિરૃદ્ધ ગુન્હો નોંધી તપાસ તેજ બનાવી છે.









