શ્રી મોરબી રાજપૂત કરણી સેનાની મોરબી જીલ્લાની ગઈકાલે તા. ૨૮/૦૧/૨૦૨૪ ના રોજ સાધારણ સભાની મીટીંગ મધુપુર ગામે મેલડી માતાજીના મંદિરે મળી હતી. જેમાં તમામ કાર્યકર્તાઓનો પરીચય કરાવવામાં આવેલ તેમજ મોરબી જીલ્લા રાજપુત કરણીસેનાની કારોબારી બનાવવામાં આવી હતી. અને તેમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
શ્રી રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને શ્રી મોરબી રાજપૂત કરણી સેનાની સાધારણ સભા મળી હતી. જેમાં મોરબી જીલ્લાના રાજપુત કરણીસેનાના તાલુકા પ્રમુખો તેમજ જીલ્લા પ્રભારી અને મોરબી શહેર અને જીલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગમાં તમામ કાર્યકર્તાઓનો પરીચય કરાવવામાં આવેલ તેમજ મોરબી જીલ્લા રાજપુત કરણીસેનાની કારોબારી બનાવવામાં આવી હતી. જેમાં સંગઠનના સંચાલનની જવાબદારી કારોબારી સભ્યોની રહેશે. કારોબારી રચનાની મોરબી જીલ્લાના તાલુકાના રાજપુત કરણીસેનાના પ્રમુખ હોદાના રૂએ કારોબારી સભ્યો ગણાશે તેમજ મોરબી જીલ્લા અને શહેરના પ્રમુખો કારોબારી સભ્યો ગણાશે. ત્યારબાદ આવનાર દિવસોમાં રાજપુત કરણીસેનાનું નવું બંધારણ બનાવવામાં આવશે જેની અંદર સંસ્થાને લાગુ પડે તેવા અને સમાજને ઉપયોગી થાય તેવા નિયમોનું બંધારણ બનાવવામાં આવશે. તેમજ આ મીટીંગમાં કારોબારી મટીંગ મહિનાના છેલ્લા રવીવારે મળશે અને જીલ્લાની સામાન્ય સભા દર ત્રણ મહિને અલગ-અલગ તાલુકામાં મળશે તેવો નિર્ણય ગઈકાલની મીટીંગમાં કરવામાં આવ્યો હતો.
સમાજના વિદ્યાર્થીઓને અને આર્થીક રીતે નબળા લોકોના ઉત્કર્ષ માટે તેમજ સમાજના આર્થીક વર્ગના લોકોને મેડીકલ સહાય આપવા બાબતે, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પુસ્તક સહાય તેમજ સ્કોલરશીપ વગેરે પુરા પાડવા અને રાજપુત સમાજના વિધવા બહેનોને સહાય અને તેઓના બાળકોને શિક્ષણ માટે પુસ્તકો આપવા જેવા તમામ સમાજ ઉપયોગી કાર્યો માટે એક રાજપુત કરણીસેનાના નામનું બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે અને આ ખાતા દ્વારા એક ભંડોળ ઉભુ કરવામાં આવશે. જેથી તમામ રાજપુત સમાજને ઉપયોગી થઈ શકે તેવું આયોજન આ મીટીંગમાં કરવામાં આવેલ છે. આ મીટીંગમાં જીલ્લા પ્રભારી દીગુભા ઝાલા તેમજ જીલ્લા મોરબી પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તેમજ વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા, મોરબી વગેરે તાલુકાના હોદેદારો તેમજ પ્રમુખ, ઉપ્રપ્રમુખ, સહમંત્રી વગેરે ઉપસ્થિત રહેલ હતા.