સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા મોરબીના શનાળા રોડ પર જીઆઇડીસી નાકા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર બેકાબૂ બનીને ડીવાઈડર પર કાર ચઢતા કાર પલટી મારી ગઈ હતી.કારના આગળના કાચ પર લર્નિંગ નો સિમ્બોલ હોવાથી કારના ડ્રાઈવર હાલ લર્નિંગ પીરીયડ માં હોય અને કદાચ તેઓને બ્રેકને બદલે એસ્કેલેટર (લીવર) પ્રેસ કરી દીધું હોય જેના કારણે અક્સ્માત સર્જાયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બનાવને પગલે થોડો સમય અફરા તાફરી મચી ગઇ હતી અને આ અક્સ્માત થયાની સાથે જ અન્ય વાહનચાલકો ના જીવ તાળવે ચોંટયા હતા કેમ કે શહેરી વિસ્તારમાં આ પ્રકારના અક્સ્માત ખુબજ નહિવત પ્રમાણ માં થતાં હોય છે ત્યારે અક્સ્માત બાદ લોકોના ટોળાએ સાવચેતી સાથે પલ્ટી મારી ને ઉલ્ટી પડેલી કારને સીધી કરી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા.આ કારમાં મહિલા સહિત ચાર લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે જોકે કારમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.