Tuesday, January 14, 2025
HomeGujaratમોરબીમાં ઉકરડામાંથી અધૂરા માસે જન્મેલું બાળક મળી આવ્યું

મોરબીમાં ઉકરડામાંથી અધૂરા માસે જન્મેલું બાળક મળી આવ્યું

પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ઉકરડામાંથી અધૂરા માસે તાજું જન્મેલું ત્યજી દેવાયેલી હાલતમાં બાળક મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ બાળકનો કબ્જો લઈ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

મોરબીના મહેન્દ્રપરા પાસે ઉકરડામાંથી આજે ત્યજેલા બાળકનું ભ્રુણ મળી આવ્યું હતું. કચરો વિણતી મહિલાના ધ્યાને આ બાળક ચડતા તેણીએ સ્થાનિકોને જાણ કરી હતી અને સ્થાનિકોએ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ભ્રુણને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ ભ્રુણ અહી કોણ નાખી ગયું તે અંગે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!