હિટ એન્ડ રનની ઘટનામાં સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપના ગેટ સામે ગઈ રાત્રીના સમયે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં પુર ઝડપે આવેલ બેકાબુ સ્કોર્પિયો કારે ત્યાં પાર્ક કરેલ એકટીવા તેમજ લારી-કેબીનને હડફેટે લઈ બંનેમાં નુકસાન કર્યું હતું. ત્યારે બેકાબુ સ્કોર્પિયો કારનો ચાલક અકસ્માત સર્જી કાર સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. ત્યારે સાઈડમાં બેઠેલા માણસો સમય સુચકતાથી દૂર ખસી ગયા હોવાથી મોટી જાનહાની સ્હેજમાં ટળી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ ઉમા ટાઉનશીપ રોડ ઉપર ગઈકાલ તા. ૨૧/૧૨ના રાત્રીના ૮ વાગ્યાના અરસામાં સ્કોર્પિયો કાર રજી. જીજે-૧૧-બીએચ-૦૦૦૫ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવતા કાર ઉપર કાબુ ગુમાવ્યો હોય.
અને ત્યારે ઉમા ટાઉનશીપના ગેટ સામે પાર્ક કરેલ એકટીવા રજી. નં. જીજે-૩૬-કે-૦૭૪૯ અને લારી કેબીનને હડફેટે લીધા હતા,
અને પોતાની કાર લઈને ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે હિટ એન્ડ રનના બનાવમાં એકટીવા મોપેડમાં અને લારીમાં ભરેલ માલ સમાનમાં નુકસાની પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે એકટીવા મોપેડના માલીક દિલીપભાઈ રસિકલાલ મહેતા રહે.મોરબી-૨ રીલીફનગર બ્લોક નં.૪૬ વાળાએ અકસ્માત સર્જી નાસી જનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.