Monday, June 16, 2025
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા ગામ નજીક ટ્રક ટ્રેલર હડફેટે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેરના રાતાવીરડા ગામ નજીક ટ્રક ટ્રેલર હડફેટે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક ૧૨ જૂનના રોજ રાહદારી અજાણ્યા પુરુષને ટ્રક ટ્રેલરે અડફેટે લેતાં અજાણ્યા પુરુષનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી લાશને હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકામાં વધી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તા. ૧૨ જુનના રોજ સવારે લગભગ ૧૦ વાગ્યાના અરસામાં સરતાનપર ગામની સીમમાં રાતાવીરડા ગામના રોડ ઉપર ખાણ પાસે એક અજાણ્યો પુરુષ, જેની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ, જે ચાલીને જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર રજી.નં. આરજે-૫૨-જીબી-૦૧૪૭ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી અજાણ્યા રાહદારી પુરુષને હડફેટે લેતા, અજાણ્યા પુરુષના પેટના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના અંગે રાતાવીરડા જુના ગામમાં રહેતા સવજીભાઈ જાદવભાઈ કુણપરાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે ઉપરોક્ત ટ્રેલર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, હાલ પોલીસે અજાણ્યા મૃતક પુરુષના વાલી વરસની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!