મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ હેઠળ એક અજાણ્યા પુરૂષના મૃત્યુ અંગે નોંધ કરાઈ છે. મળતી માહિતી મુજબ આશરે ૩૨ વર્ષના યુવાન (રાહુલભાઈ વિજયભાઈ ઉ.વ. ૩૨ વર્ષ)નો તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે આશરે ૮:૪૦ કલાક પહેલા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. મૃતક પુરૂષે મોઢા પર ઘાટી દાઢી તથા મૂછ રાખેલી છે, મોઢું લંબગોળ છે અને તેણે લીલા રંગની શર્ટ તથા કાળા રંગનું ફોર્મલ પેન્ટ પહેરેલુ હતું. લાશનું પોસ્ટમોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે અને ઓળખ માટે હાલ તે લાશ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવેલી છે.
મોરબી તાલુકા પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જનતામાં અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ યુવાનને ઓળખતું હોય તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરી છે. તપાસનીશ એ.એસ.આઈ. એસ.વી. સોલંકી (મો.નં. ૯૮૨૫૩ ૩૪૬૩૩) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.