મોરબીમાં ગત રાત્રે વિસી ફાટક નજીક ડેમુ ટ્રેન હડફેટે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જેને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને આ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગત રાત્રે ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનુ મોત નીપજ્યું હતું. જેમાં મોરબીની વિસી ફાટક નજીકથી પસાર થઇ રહેલ ટ્રેનની ઠોકર લાગતાં એક યુવકનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જેની જાણ થતા જ રેલવે પોલીસ અને સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ મૃતક યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.