મોરબીમાં શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્યારે સગીરાએ બનાવ અંગે કોઈને જાણ ના કરી પરિવાર સાથે પોતાના વતન એમ.પી.માં ગયેલ ત્યારે તે ગર્ભવતી હોવાનું સામે આવતા સમગ્ર મામલે પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાં શ્રમિક પરિવારની સગીરા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની શરમજનક ઘટના બનાવ પામી છે. ત્યારે સગીરાએ આ બનાવ અંગે પરિવારની આબરૂના હિસાબે કોઈને જાણ કરી ના હતી. પરંતુ સગીરા પોતાના વતન એમ.પી.માં ગયેલ હતી. ત્યારે સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો. અને આ અંગે સગીરાએ જણાવ્યું હતું કે, તે જયારે મોરબી હતા ત્યારે અજાણ્યા ઈસમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે બનાવને પગલે પરિવારજનો દ્વારા એમપી માં ફરિયાદ નોંધાવી છે જોકે બનાવ મોરબીનો હોવાથી ત્યાંથી ઝીરો નંબરથી ફરિયાદ મોરબી તાલુકા પોલીસ ને મળ્યા પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા ઇસમની શોધખોળ હાથ ધરી છે.