આજે વહેલી સવારે મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. આજે પડેલા કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારે મોરબી જિલ્લાઓમા સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે સવારે ૦૮ થી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૯ mm, ટંકારામાં 3mm અને હળવદમાં 10mm વરસાદ નોંધાયો હતો. વેહલી સવારથી શરૂ થયેલ વરસાદને કારણે જનજીવન આંશિક પ્રભાવિત થયું હતું.