મૂળ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામીનાં વાણી વિલાસને કારણે વિવાદ સર્જાયો છે. હાલ સોખડાથી જુદા પડેલ પ્રબોધ સ્વામી અમેરિકાનાં બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માન માં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં વાણી વિલાસ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાગર નામના સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણીના કારણે સનાતન ધર્મોનાં લોકોની લાગણી દુભાઈ હતી અને તેઓ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને લોકો કહી રહ્યા છે કે, ક્યાં સુધી ભગવાનનું થતું રહેશે અપમાન ??, આનંદ સાગર સ્વામીએ ગુરુની અંધ ભક્તિમાં દેવોના દેવ મહાદેવનું ઘોર અપમાન કર્યું છે. અને દેવાધિદેવ મહાદેવે આનંદ સાગર સ્વામીના દર્શન કરવાના પુણ્ય જાગ્રત ન થયાનું વાહિયાત નિવેદન આપ્યું છે. એટલું જ નહિ અને બાદમાં ત્યારબાદ શિવજી યુવાનને પગે લાગ્યા તે પ્રકારનું નિવેદન આપી ઘોર અપમાન કર્યું છે. ત્યારે શિવજીનું અપમાન કરતા સનાતન ધર્મમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગુરુની અંધભક્તિમાં આનંદ સાગર સ્વામીએ ભગવાનનું અપમાન કર્યું છે. અને આનંદ સાગર સ્વામીનાં બફાટ સામે બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જેને લઈ ઠેર-ઠેર ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો કે, સ્વામી વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળતા સ્વામીએ અંતે માફી માંગી હતી. અને કહ્યું હતું કે – મારાથી જે ભૂલ થઈ છે તે બાદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે તમામ સનાતન ધર્મના તમામ ભક્તજનોની અંતઃકરણ પૂર્વક હૃદયથી સમા માંગુ છું.