મોરબીમાં પાણી માટે નવી યોજનાનું લોકાર્પણ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું છે.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ મચ્છુ 2 ડેમ આધારિત યોજના થકી અંદાજિત એક લાખથી વધુ લોકોને લાભ મળશે.
મોરબી નજીક આવેલ અને ટંકારા વિસ્તારનું 90000 ની વસ્તી ધરાવતું રવાપર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા નો સામનો કરી રહ્યા છે જે રવાપર ગામ અને આજુ બાજુના ગામો અને ઓજી વિસ્તારોમાં રહેતા કુલ એક લાખથી વધુ લોકોને હવે થી 30 વર્ષ સુધી પાણીની સમસ્યાનો સામનો નહિ કરવો પડે તે માટે મોરબી મચ્છુ 2 ડેમ આધારિત રવાપર પાણી પુરવઠા યોજના અંતર્ગત ફિલ્ટર પ્લાન અને સંપ નું નિર્માણ કરવામાં આવ્યું છે આ યોજના મચ્છુ 2 ડેમમાથી દરરોજ 28 mld પાણી ઉપાડીને તેને ટ્રિટ કરશે અને જેનો લાભ રવાપર ,શનાળા અને અન્ય ઓજી વિસ્તારોને મળશે .આ યોજના 50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.આ યોજનાનું આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા,મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી ,જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મહામંત્રી,સહિત ટંકારા તાલુકા ભાજપ ના હોદેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.