Thursday, May 9, 2024
HomeGujaratઆનંદો: રાજ્યના પોલીસ કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાના ઠરાવને મળી મંજૂરી

આનંદો: રાજ્યના પોલીસ કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાના ઠરાવને મળી મંજૂરી

વડાપ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ બે કલાક સુધી અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કે. કેલાસનાથન અને મુખ્યમંત્રી જ હતા. ત્યારે હવે તેમની મુલાકાત બાદ સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી છે. એ ઉપરાંત વડાપ્રધાને આ પાંચ સંકટમોચનને રાજ્યમાંથી આંદોલનોનો ઝડપી ઉકેલ લાવવા માટે પણ નિર્દેશ આપી દીધા છે. જેના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના પોલીસ કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.૨૮૦૦કરવાની માગણી હતી. આમ કરવાથી કોન્સ્ટેબલોને મિનિમમ રૂ. ૨૫,૫૦૦ પગાર મળશે. એવી જ રીતે હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂ.૩૬૦૦ કરવાની માગણી હતી. આમ કરવાથી હેડ કોન્સ્ટેબલને મિનિમમ રૂ. ૨૯,૨૦૦ પગાર મળશે. તો ASIનો ગ્રેડ પે ૪૨૦૦ કરવાની માગ હતી. જે મામલે મંત્રીની કમિટી દ્વારા રાજ્ય સ્તરે રેન્જ વાઈઝ બેઠકોનું આયોજન કરી કર્મચારીઓની લેખિત મૌખક રજૂઆતો સાંભળી હતી અને આખરે રાજ્ય પોલીસ દળના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગોને સાયકલ એલાઉન્સ તથા એસ.આર.પી.એફ.ના કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઈ.ને સ્પેશ્યલ પે આપવા બાબતે સંવર્ગો પૂરતી જોગવાઈઓ રદ્ કરવામાં આવી હતી. તેમજ રાજ્ય પોલીસ દળના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગોને ખાસ વળતર ભથ્થા આપવા બાબતેના ઔચિત્યને ધ્યાને લઈ આ સંવર્ગો પૂરતી જોગવાઈઓ રદ્ કરી “ફીક્સ રકમ”નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ફીક્સ પગારના લોકરક્ષક અને ફીક્સ પગારના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરની ફિક્સ રકમમાં રૂ.૩૫૦૦/-નો, પોલીસ કોન્સ્ટેબલને રૂ.૪૦૦૦/-નો, હેડ કોન્સ્ટેબલનાં ફિક્સ રકમમાં રૂ.૪૫૦૦/- અને આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરને રૂ.૫૦૦૦/-નો વધારો કરવામાં આવતા પોલીસ કર્મીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જો કે આ અંગે શરતોમાં જણાવ્યા અનુસાર, જાહેર સુરક્ષા પ્રોત્સાહનની “ફીક્સ રકમ” પર અન્ય કોઇ પણ પ્રકારના ભથ્થા/લાભ મળવાપાત્ર થશે નહીં. તેમ જણાવવામાં આવ્યું હતું. તેમજ શરતો અંગે મંજૂરી આપતો પત્ર એફીડેવીટ સ્વરૂપે દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત લેવાની રહેશે અને ત્યારબાદ જ આવા લાભો મંજુર કરવામાં આવશે. આ ઠરાવનો અમલ તા.૦૧/૦૮/૨૦૨૨ની થશે. ટીઇએમ ગૃહ વિભાગના નાયબ સચિવ જિગર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.`

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!