ટંકારા અને જબલપુર બે ગામ ની વચ્ચે પંદર વર્ષ પૂર્વે નવા વિસ્તારમાં અનેક પરીવારોનો વસવાટ શરૂ થયો અને આર્યનગર ગામનુ નિર્માણ થયુ અને માનવ વસવાટ શરૂ થતા જ અહીંયા વસતા પરીવારના યુવાનો ઉપરાંત, આર્યનગરના દરેક પરીવારની સુખ: સુવિધા, સગવડો માટે કાયમ દોડાદોડી કરનારા નાનજીભાઈ મેરજા અને ધીરૂભાઈ કાસુંન્દ્રાની રાહબરી હેઠળ હરીૐ ગરબી મંડળની શરૂઆત થઈ હતી. અહીંયા ગરબી મંડળની બાળાઓને જુના વાજીંત્રો તબલા -દોકળ અને મંજીરા જેવા પ્રાચીન વાદ્યોના સાજ સરંજામથી ગરબે રમાડવામાં આવે છે.
અહીંયા બાળાઓ જુદા જુદા રાસ ઉપર દાંડીયા રમતી બાળાઓ અનેરૂ આકર્ષણ જમાવે છે. ગરબીના મંડપમા પ્રવેશી ગરબે ઘુમતી દરેક બાળા ભગવતીનુ સ્વરૂપ છે. દરેક બાળામા માં સ્વરૂપ હોવાથી તમામ શક્તિ સ્વરૂપા નુ અમે નત્ મસ્તકે સન્માન કરી ગરબે રમાડી છીએ એમ ગરબી મંડળ મુખ્ય સંચાલક નાનજીભાઈ મેરજા એ જણાવ્યુ હતું. જાણકારી મુજબ આર્યનગર ગામ ટંકારા અને જબલપુર ના સિમાડા પર વસ્યુ છે. એ જમીન ના સર્વે નંબર જબલપુર મા આવે છે. પરંતુ તમામ વહીવટ ટંકારા સાથે જોડાયેલો રહ્યો છે. અહીંયા ના રહીશો પ્રારંભે જબલપુર ગ્રામપંચાયત મા જોડાયેલા હતા એકાદ વર્ષ પૂર્વે આર્યનગરને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળી હતી.પરંતુ ટંકારાને નગરપાલિકા નો દરજ્જો મળતા આ વિસ્તાર હવે પાલિકા મા ભળી ગયો છે. સોસાયટીના સેવકોએ વસવાટ વખતથી જ ગરબી મંડળ ની સ્થાપના કરીને નવરાત્રીના નવ દિવસ માતાજીના ગરબા ગાઈને મા ની આરાધના કરવામાં આવે છે. અહિયા હિંદુ શાસ્ત્રો ના ધાર્મિક પૌરાણિક શાસ્ત્રોના વર્ણન પ્રમાણે માઈ ભક્તિ કરી ધાર્મિક ઈતિહાસ જીવંત રાખવા પ્રયાસ થાય છે. જે સરાહનીય છે.