શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાની પરંપરા છે. હળવદનું ઐતિહાસિક ભવાની ભૂતેશ્વર મંદિર આવેલ છે. જ્યાં શ્રાવણ વદ સાતમનો ભવ્ય મેળો ભરાય છે.”શિતલે તું જગતમાતા”
વર્ષો થી શીતળા માતા ની પૂજા લોકો કરે છે,માતાજી બાળકો ની રક્ષા કરે છે અને શરીર ને નિરોગી રાખે છે, શીતળા માતા ની સેવા ની દેવી છે. સૂપડું અને સાવરણી તેમના હથિયાર છે, ગદર્ભ તેમનું વાહન છે.શીતળા માતાજી ની પૂજા લોકો ભાવ પૂર્વક કરે છે, સાતમ ના દિવસે ભવાની ભૂતેશ્વર મંદિરમાં બિરાજમાન શીતળા માતા ના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.દરેક દર્શનાર્થીઓ પોતપોતાની આસ્થા અનુસાર શ્રીફળ ચુંદડી,નેણાં ફુલા, માતાજી ની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે, અને પોતાના બાળકોનું આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજીને પ્રાર્થના કરે છે. હળવદ નું ઐતિહાસિક ભવાની ભૂતેશ્વર મંદીર હોવાથી આજુબાજુના લોકો પણ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. શહેરમાં અન્ય ગૌલેશ્વર મહાદેવ મંદિર માં પણ શીતળા માતાજીની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે.ભવાની નગર ઢોરે પણ શીતળા માતાજી નું શિખરબંધ મંદિર આવેલું છે. શ્રદ્ધાળુ ઓ ભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના કરે છે.વહેલી સવારથી મંદિર માં ભક્તો દશૅન કરવા ઉમટી પડીયા હતા.