Thursday, April 25, 2024
HomeGujaratમોરબી કચ્છના સાંસદના ભાણેજ અક્ષય લોન્ચા નો મૃતદેહ મળ્યો જુઓ કઈ રીતે...

મોરબી કચ્છના સાંસદના ભાણેજ અક્ષય લોન્ચા નો મૃતદેહ મળ્યો જુઓ કઈ રીતે થયું મોત ?

મોરબી કચ્છના સાંસદના ભાણેજ અક્ષય લોન્ચા નો મૃતદેહ મળ્યો જુઓ કઈ રીતે થયું મોત ?

- Advertisement -
- Advertisement -

મોરબી કચ્છનાં સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજ અક્ષય લોન્ચા નો રવિવારે બપોરે નખત્રણા પાસે એક બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેમાં અક્ષયને છાતીના ભાગે ફાયરિંગ થવાથી ઇજાગ્રસ્ત થતા એમપી વિનોદભાઈ ચાવડાનો સગો ભાણેજ અક્ષય રમેશભાઈ લોન્ચા નું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ઘટનાની ગંભીરતાને લઈને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ અક્ષય લોન્ચા એ જાતે જ પોતાની ઉપર ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું જણાવ્યું છે ઘટનાની જાણ થતાં જ નખત્રણા વિભાગનાં ડેપ્યુટી એસપી વી.એન.યાદવે ,પીઆઇ પીએસઆઇ સહિતના ઘટના સ્થળે દોડી જઈ એફએસએલ સહિતની કામગીરી હાથ ધરી છે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે સાડા બાર વાગ્યાનાં અરસામાં નખત્રાણા થી જડોદર જવાના રસ્તે કારમાં બની હોવાનું જણાવ્યું હતું ત્યારે આશા સ્પદ યુવાનના મોતથી પરિવાર અને કચ્છ માં ભરે ગમનો માહોલ છવાઈ ગયો છે મૃતક અક્ષય રમેશભાઈ લોન્ચા મોરબી કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાનો સગો ભાણેજ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અને વિનોદભાઈ ના કલીગ અને હિતેચ્છુંઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા પોલીસે બનાવની નોંધ કરી જો કે આત્મહત્યા છે કે હત્યા એ રહસ્ય હાલ ગુંચવાયું છે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!