મોરબી જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૪ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ પસાર થવાનો છે તે ગામોમાં જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ એક પશુ આરોગ્ય મેળા અને જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારે ૮ થી ૧૧ વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રા રૂટમાં આવતાં કાર્યક્રમના સ્થળ પર યોજાનાર પશુ આરોગ્ય કેમ્પમાં બીમાર પશુઓને રોગ નિદાન અને સારવાર, જાતીય આરોગ્ય સારવાર, સર્જિકલ સારવાર, કૃમિનાશક દવા કેમ્પના સ્થળે વિનામુલ્યે પશુપાલન વિભાગ તરફથી આપવામાં આવશે. વધુમાં વધુ પશુપાલકોને આ સેવાનો લાભ લેવા જિલ્લાના નાયબ પશુપાલન નિયામક દ્વારા જણાવાયું છે.