માળીયા (મી)ના નવા અંજિયાસર ગામે રહેતા ફરીયાદી નુરદિન નુરમામદ સામતાણી ને આરોપી કરીમ સલેમાનભાઈ માણેક સાથે સાત માસ અગાઉ બોલાચાલી થઈ થઈ હોય જેથી આરોપી ફરિયાદીને અને સહેદ ને ગાળો આપતા હોય જે ગાળો બોલવાની ના પાડતાં ફરીયાદી પર આરોપી કરીમ સલેમાનભાઈ માણેક,આમીન સલેમાનભાઈ માણેક અને રફીક હાસમ ભાઈ મોવર એ છરી ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં આરોપી કરીમ એ સાહેદ આદિલ ને ડોક ના પાછલ ના ભાગે છરી નો ઘા મારી દીધો હતો તેમજ અન્ય બે આરોપીઓએ ફરીયાદી ને ધોકા વડે માર મારતા સમગ્ર મામલે માળીયા મી.પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.