હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટંકારા ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન ખુલ્લા મુક્યા હતા. જયા હજારો હરી ભક્તો એ દર્શનનો લાભ લિધો હતો અને પ્રસાદ પણ આરોગી ધન્યતા અનુભવી હતી.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટંકારાનાં જણાવ્યા અનુસાર, ટંકારા મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ દર્શન કરવામા આવ્યા હતા. જેમાં જુદી જુદી ભાજીના શાક, સંભાર, ફળ, મિઠાઇ અને પ્રસાદ ઠાકોરજીના સન્મુખ ધરવામાં આવ્યા હતા. ટંકારા સહીત રાજકોટ, મોરબી, અમદાવાદ, વાકાનેર, જામનગર, મુબઈ સહીત દેશ આખામાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધાર્યા હતા અને અન્નકુટ દર્શનનો લાભ લિધો હતો. ટંકારામા અગ્યારસથી દિવાળી શરૂ થાય છે. જેમા નોબતની સુરાવલીની પંરપરા આજે પણ જાળવી રાખી છે વહેલી સવારે અને ઢળતી સાજે સંરણાઈના સુરથી મંદીરનુ પરીસર ભક્તિસભર બની જાય છે. સાંજે બંગલા દર્શન ઉપરાંત નવા વર્ષની ઉજવણી માટે યુવા પેઢી વડીલોને માન સન્માન સાથે સંવાદ કરી પરંમપરા જાળવી રાખી છે. સાંજે અન્નકુટ દર્શન માટે ટંકારાની બજારમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું જેમાં દયાનંદ સરસ્વતી ચોકથી લો વાસ અને ધેટીયા વાસ સહિતના વિસ્તારોમાં ચારે બાજુ ચિકાર ટ્રાફિક જોવા મળ્યુ હતું. દિવાળીના તહેવારો દરમ્યાન નાનેરાથી લઈ વયોવૃદ્ધોમા અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.