Saturday, December 28, 2024
HomeGujaratટંકારાનાં લક્ષ્મી નારાયણ મંદિરે રવિવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન યોજશે

ટંકારાનાં લક્ષ્મી નારાયણ મંદિરે રવિવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન યોજશે

લક્ષ્મી નારાયણ મંદિરમાં રોશની ને શ્રિંગાર થી ઝળહળી ઊઠયું

- Advertisement -
- Advertisement -

ટંકારાના ગામ-ધણી રૂપ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેણી તૈયારી શરૂ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો અગિયારસથી શરુ થઇ જાય છે ત્યારથી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પરંપરા આજે પણ અહી જીવંત છે.

ટંકારાના મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મી નારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૫/૧૧/૨૦૨૦ ને રવિવારે અન્નકૂટ દર્શન કરવામા આવશે. જેમાં અનેક શાકભાજી, ફળ, મીઠાઈ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે લક્ષ્મી નારાયણ મંદિરના ભગત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિ ભક્તો ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તહેવાર ને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે દાદા આજે મંદીર ના પરીસર મા બિરાજમાન થશે તથા મંદિર ને રોશની અને વાધા ના શ્રિંગાર થી શણગાર કરવામાં આવ્યો છે અહી પાચ દિવસ વર્ષો જુની પરંપરા મુજબ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!