Saturday, November 1, 2025
HomeGujaratટંકારાના સરદારબાગ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

ટંકારાના સરદારબાગ અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

31 ઓક્ટોબરના રોજ દર વર્ષે સરદાર પટેલની જયંતીના અવસર પર રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ મહાન વ્યક્તિત્વ છે, જેમણે 560થી વધુ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક સૂત્રમાં બાંધીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર કર્યું હતું.ત્યારે પટેલ સમાજ એસોસિયેશન ટંકારા દ્વારા ટંકારા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ભારતના એકતા પુરુષ, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે ટંકારા તાલુકામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ સમાજ એસોસિયેશન ટંકારા દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટ (પાણીના ટાંકા સામે, ટંકારા–લતીપર હાઇવે) પર સરદાર સાહેબનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર “સરદારબાગ” બનાવવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સંદર્ભે ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે “ખાત મુહૂર્ત” નું આયોજન કરવામાં આવશે. આશરે રૂ.20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને ટંકારા શહેરને એક મહત્વનું જાહેર બગીચું તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. પટેલ સમાજ એસોસિયેશન ટંકારા અનેક વર્ષોથી સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક નાગરિકો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરદાર સાહેબના આદર્શોને અનુસરતાં સમાજ વિકાસ માટેનું આ કાર્ય યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!