Thursday, April 24, 2025
HomeGujaratઆવતીકાલે અડધો દિવસ મોરબી બંધનું એલાન:કાશ્મીરમાં ધર્મ પૂછી ગોળીબાર થતા હિંદુઓમાં રોષ...

આવતીકાલે અડધો દિવસ મોરબી બંધનું એલાન:કાશ્મીરમાં ધર્મ પૂછી ગોળીબાર થતા હિંદુઓમાં રોષ વેપારી સંગઠનો બંધ પાળશે

જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નિર્દોષ ૨૬ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા જે ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે મોરબી વેપારી સંગઠન દ્વારા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ વેપારીઓ સ્વયંભુ બંધ પાળવામાં આવશે. જેને મોરબીના હિન્દુ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

 

ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં દેશભર માંથી પ્રવાસીઓ ફરવા જાય છે અને તેના કારણે સ્થાનિકો લોકોની રોજીરોટી ચાલતી હોય છે ત્યારે પ્રવાસી ક્યારેય ધર્મ પૂછીને કોઈ ખરીદી કરતા નથી તેમ છતાં શ્રીનગરના પહેલગામમાં ગત સોમવારે આતંકી હુમલો થયો હતો. જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી આઘાતજનક તો એ વાત રહી કે આ આતંકીઓએ ધર્મ પૂછીને લોકોને પોતાની હેવાનિયતના શિકાર બનાવ્યા હતા. ધર્મ પૂછીને લોકોને ગોળીબારની આ ઘટના સામે દેશભરમાં રોષ ફેલાઈ રહ્યો છે. જેથી દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં આવા ધાર્મિક કટ્ટર આતંકીઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. અને ઠેર ઠેર આતંકીઓના પુતળા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ આવી કાયરતા પૂર્ણ ઘટનાનો વિરોધ થવા લાગ્યો છે. મોરબીના વિવિધ વેપારી સંગઠનો પણ આ ધાર્મિક કટ્ટરતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અને આવતી કાલે તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ શ્રી મોરબી કરિયાણા મરચન્ટસ એસોસિયેશન વેપારીઓ દ્વારા મોરબી બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને મોરબીના હિંદુ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!