મોરબીમાં આજે એટલે કે 7/9/2022 ના રોજ રવાપર ધુનડા રોડ પર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેને મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જાહેર જનતા કાર્યક્રમ નિહાળવા આવવાની હોવાથી વાહનો તથા જાહેર જનતાની વધુ પ્રમાણમાં અવર- જવર થનાર હોય જના કારણે શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ન ઉદભવે તે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબીમાં વિરાંજલી કાર્યક્રમને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જેથી તા.૦7/૦૯/૨૦૦૨ ના રોજ લીલાપર ચોકડીથી રવાપર ગામ તરફ પ્રવેશ બંધ, દલવાડી સર્કલથી રવાપર ગામ તરફ પ્રવેશ બંધ અને ઘુનડા ચોકડીથી રવાપર ગામ તરફ પ્રવેશ બંધ એમ કુલ ત્રણ રસ્તા પર ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની ક્લમ-૩૩(૧) ની અન્વયે મળેલ સત્તાની રૂએ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. જો કે આ જાહેરનામું માત્ર આજનાં દિવસ પૂરતું જ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, બંધ કરાયેલા રસ્તાઓના વૈકલ્પિક રસ્તાઓનો ઉપાયોગ કરવા પણ પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર હાઇવે થી લીલાપર રોડ થઈ રાજકોટ જતા વાહનો માટે રફાળેશ્વર થઇ રવિરાજ ચોકડી થઈ રાજકોટ હાઈવે તરફ જોઇ શકાશે. રાજકોટથી લીલાપર રોડ થઇ વાંકાનેર હાઈવે તરફ જતા વાહનો માટે ભક્તિનગર સર્કલ થઇ રવિરાજ ચોકડી થઇ વાકાનેર હાઇવે તરફ જઇ શકાશે. ઘુનડા ચોકડી થી વાંકાનેર હાઇવે તરફ જતા વાહનો માટે ધુનડા ચોકડીથી રાજપર ચોકડી થઇ ભક્તિનગર સર્કલ થઇ રવિરાજ ચોકડી થઇ વાંકાનેર હાઈવે તરફ જઇ શકાશે.