Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેર સીપીઆઈ કચેરી તથા વાંકાનેર તાલુકા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન અને લોકદરબાર યોજાયો

વાંકાનેર સીપીઆઈ કચેરી તથા વાંકાનેર તાલુકા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેકશન અને લોકદરબાર યોજાયો

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઈકાલે વાંકાનેર સીપીઆઈ કચેરી અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેકશન અને પોલીસ દરબાર યોજી પોલીસ કર્મચારીઓની સમસ્યાઓ સાંભળી હતી અને નિરાકરણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓ ને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ દરમિયાન લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના આગેવાનો ,ખેડૂતો અને વેપારીઓ સાથે સીધો સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફીક અંગેના પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ કરવા ખાત્રી આપવામાં આવી હતી વધુમાં પોલીસ અધિક્ષક દ્વારા યુવાનોના મોબાઈલ અંગેના વધુ પડતા અને બિનજરૂરી ઉપયોગથી થતા નુકશાન અંગે હાજર લોકોને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને આ મેસેજ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે જાગૃતતા લાવવા સૂચન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!