મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ સુચનને લઈ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ કરતા વેપારીઓની દુકાનમાં ચેકીંગ હાથ ધરી વધુ ૨૫૦કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લેવામાં આવી રૂપિયા ૫ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.
મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી પાન માવામાં વપરાતું પ્લાસ્ટિક તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનો આશરે ૨૫૦ કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને રૂપિયા ૫,૦૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવ્યું છે.